शुक्रवार, ४ नोव्हेंबर, २०१६

ઠંડો પાણીનો પ્યાલો

                                                               ઠંડો પાણીનો પ્યાલો
             માર્ચ મહિનાની 31 હતી, ગરમી થી જીવ  ઘબરાતો હતો। હું બેન્કે  આવી પોહંચી. આજે  સર્વિસનો છેલ્લો દિવસ હતો.એટલે  નિવૃત્તિ લેવાનો દિવસ. "આ , લો બેન પાણી, બોલીને પાણી ની પવાલી ધરીને, હીરાબેન સામે ઉભા હતા.એક ક્ષણ, એ પવાલી સામે જોતા ,મને બેન્ક જોઈન કરેલો દિવસ યાદ આવ્યો, જયારે હું લેખિત અને મૌખિક ઇન્ટરવ્યૂ પાસ કરી  appointment  letter માટે બેઠી હતી. મારા નામનું  ઉચ્ચારણ કરતા પટાવાળા ભાઈ   આવ્યા અને   બોલ્યા , તમને કેબીન માં બોલાવ્યા છે।  અંદર મેનેજર સાહેબે મને appointment letter આપ્યુ। અને પટાવાળા ભાઈએ પાણી નો ગ્લાસ સામે ધર્યો। એ દિવસ નો પેહલો  પાણી નો   ગ્લાસ અને  આજનો પાણીનો   ગ્લાસ.  હું sbi  નું  પાણી પીતી હતી. શું યોગાયોગ જુવો ,આ પેહલા અને છેવટના દિવસ ના ગ્લાસે  મારી સામે મારુ બાળપણ  આખુ આંખ  સામે ઉભું  કર્યું।           
          ક્ષણમાં મારી સામે શાલેય  જીવન યાદ આવ્યું। અમે નિશાળમાં રેસીસમાં પાણી પીવામાટે   લાઈન કરી ઉભા રહેતા। આપનો ક્રમ આવે ત્યાંરે જ આગળ આવવાનું,  પછીજ પાણીવાળા બેન દરેકને  પાણી આપતા હતા. એ વખતે હમણાંની જેમ પાણીની બોટલ ,લઇ જવાની રીત વધારે પ્રમાણમાં  પ્રચલિત ન હતી।  10 થી 5 નિશાળનો સમય રહેતો હતો. જેમાં બે નાની રેસીસ અને એક મોટી નાસ્તાની રેસીસ , મારુ ઘરતો   નિશાળની એકદમ  પાસે હતું , એટલું કે દોડતી જઈને બે મિનિટ માં પાણી પીઈ ને પાછી    નિશાળે આવી શકું।  મોટી રિસેસમાં તો હું ઘેર જતી હતી. જયારે મારી દાદી નાસ્તો આપતી।   અને દાદી તો માટલાને ચોખ્ખું કપડું લપેટી  એના  પર પાણી નાંખી કપડું કાયમ ભીનું રાખતી કે જેનાથી પાણી ઠંડુ  થાય ।  ક્યારે ક્યારેક તો પ।ણીમાં ખસ નાખી સુગંધીત  પાણી રાખતી।  મારી બેનપણીઓ  પણ મારા ઘેર પાણી પીવા આવતી હતી।  એવું બધું હોવા છતાં , અમારા  વર્ગમાં  એક જોશી અટકની છોકરી હતી।  નામ તો હવે  યાદ નથી.  એના પપ્પા નિશાળની  પાસે એક બેન્ક  હતી એમાં એ સર્વિસ કરતા હતા, એ છોકરી કાયમ કહેતી કે, હું તો   મારા પપ્પા પાસે બેન્કમાં જઉં છું  . પછી મારા પપ્પા પટ્ટાવાળા   ભાઈને   બોલાવે છે  અને એ ભાઈ  ઠંડુ  પાણી લાવે છે. અને બીજું કહું  અંદર આવી ઠંડક હોય છે।  સાંભળ ,તને મારી સાથે પાણી પીવા મારા પપ્પાના બેન્કે   આવવું  છે?  મેં અને તરતજ ખુશીથી હા પાડી।  તો, એ બોલી,' ઠીક   તો આપણે  જઈશું બેન્કે,  પાણી પીવા," પsss ણ , કરીને એ  રોકાઈ।  મેં પૂછ્યું।,'' શું થયું? એ બોલી," તારે મારુ એક નાનકડુ કરવું પડશે । જયારે મારુ  ગૃહકામ  બાકી હશે તો તારે મને મદદ  કરવી પડશે।" મેં  કહ્યું   ઓ  આટલુજને  ।   મને કાંઈ વાંધો નથી।  આમપણ  આપણે થોડાક  નિશાળ શરુ થતા પહેલા  આવીએ છીએ। તો ત્યારે,.........મેં કહયુ  હા હા એનામાશુ ! કાંઈ જ વાંધો નહિ।  એનું ઘર  પણ નિશાળ થી ધણી દુર હતું ।એટલે આવવા જવામાં  ઘણો  સમય જતો હતો. તો કેટલીક વખતે એનો ગૃહકામ બાકી રહી જાતું। પણ અમારું  નક્કી થયા મુજબ હું એને કાયમ બાકી ગૃહકામ  પૂરું કરવામાં મદદ કરતી હતી. અને નક્કી કર્યાં મુજબ એ મને  રિસેસ માં એના પપ્પાના બૅંન્કમાં પાણી પીવા લઈ જતી।
       અમે એના પપ્પાના બેન્કમાં જતા હતા. બેન્કનાં બારણે ઉભા રહેલા। સિકયુરિટી વાળા ને એ પોતાના પપ્પાનું   નામ કહેતી , અને પછીઅમે એના  પપ્પાના ટેબલ પાસે જતા।  અને પપ્પા અમને જોઈને પટાવાળા ભાઈને બોલાવીને કહેતા ," કે ઈન બચ્ચીઓન્કો પાણી દેના। "પછી પિત્તળના સ્ટેન્ડ માં સ્ટીલ ના ગ્લાસમાં ઠંડુ પાણી આવતું।  શું મજ્જા પડતી થી એ વખતે। આજુબાજુમાં  ટેબલ ખુર્ચીઓ અને કામ કરતા લોકો  . ઠંડા વાતાવરણ માં હજુ ઠંડુ કરવા ફરતા પંખાઓ। ઘણા વખત આવી રીતે પાણી પીવા ગઈ હોઈશ। સમય  વીતી ગયો।  એના  પપ્પાની ટ્રાન્સફર થઈ કે શું પછી યાદ નહિ।  હું પણ એને અમુક સમય પછી ભૂલી ગઈ।          
          પછી મેં પણ મારુ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું।   પછી હાયસ્કૂલ નું અને પછી મહાવિદ્યાલયનું 
શિક્ષણ પૂરું કર્યું પદવીધર  થઈ। આગળ સર્વિસ માટે પ્રયાસ શરુ કર્યો। આગળ apply કરતા એ જ બેન્કમાં સર્વિક મળી।  જયારે બેનપણી સાથે  ગૃહકામ  કરી આપવાના બદલામાં પાણી પીવા જતી હતી , એ વખતે કયારે  વિચાર્યું   હતું કે આગળ એજ બેન્કમાં sbi માં હું 31/32 વર્ષ  પાણી પીવાની છું

सरत्या वर्षाने काय दिले

स्वप्न गंध स्पर्धा समूह आयोजित  झटपट काव्यलेखन स्पर्धा  विषय     सरत्या वर्षाने काय दिले  विचार करता मनी  काय मिळाले गत वर्षात  दिले सुख आनं...