सोमवार, २३ डिसेंबर, २०१३

sahjeevan

                                                                   સહજીવન
       દીસેંબર મહિનો હતો. હું  વરસના અંતે, છેલ્લી બાકી રહેલી આકસ્મિત રજા વાપરવાના મૂડમાં હતી. રજા લેવાની, તો પણ રજાનો મુડ ન લાવતા બધા કામ ઓફીસ ના સમયપર પતાવીને બહુજ  દિવસ પછી    પાસે પડેલું , માસિક હાથ માં લઈને  અને જુના ગીતો સાંભળવા બેસી। ધ્વની મુદ્રિકા ચાલતી હતી.હું ગીત   સાંભળતા સાંભળતા  25 વરસ પહેલાના  કાળ ખંડમાં,  વિચારોમાં ખોવાઈ ગઈ. એન્ગેજમેન્ટ નો દિવસ યાદ આવ્યો।  દોરી ના   રીળના   જેમ , કાળનું રીળ  વિચારોના તંદ્રીમાં ઉકલતું ગયું . 8 મી જુલાઈ   એન્ગેજમેન્ટ નો દિવસ, આખો સામે ઉભો થયો. અને એના પહેલા , એક બીજાને જીવન સાથી તરીકે પસંદ કરવા માટે કરેલી પહેલી મુલાકાત યાદ આવી. અને  તરતજ એન્ગેજમેન્ટના દિવસે, સાસુમા અને  નણંદબહેનનાં  એન્ગેજમેન્ટ માં ભેગા થયેલા એમના (હવે મારાપણ )સગા  સંબધી લોકોમાં ગૌરવ થી કહેતા શબ્ધ,"અમારા  કુટુંબમાં  શોભે એવી વહુ છે હોં , બન્નેની જોડી પણ સરસ છે અને સ્પોર્ટમાં પણ ઘણું નામ ક્માંવેલું છે। ભારત ભરમાં સ્પોર્ટમાં રીપ્રેઝેન્ટ  કરેલું  છે.સુવર્ણ પદકો  મેળવેલા છે।"  આવા શબ્ધ કાનમાં યાદ આવ્યા। પછી એન્ગેજમેન્ટ થી લગ્ન સમય , આ  અવધી  એટલે સુવર્ણ  કાળ  . જવાબદારી નહિ , તયાર  થવું ,હરવું ફરવું , હોટેલ  જવું , ખરેદી કરવી , આરામ થી નૌકરી  કરવી અને  ઘંટો  ગણિક  આવતી કાલના   સ્વપ્નોને  મનમાં વિચારતા બેસવું, કોક વખત બગીચા માં બેસી, તો કોક વખત રેતીમાં લીટા મારતા નદી કિનારે બેસી, બન્ને જણાએ ગપ્પા કરતા કરતા વીતેલી ઘણી સંધ્યા કાલ   ચિત્ર પટ  જેવી આંખો સામેથી  સરી .
         પછી  નક્કી થયેલા સુમુહર્ત  પર બે કુટુંબનું મિલન થયું । એક   ઘરની દીકરી, બીજા ઘરની મોટી
સ્નુષા કે ,વહુ તરીકે મેં ઘરમાં પ્રવેશ કર્યો।  નૌકરી ના  કારણે  અમારો ઘરસંસાર  બીજા ગામે કરવો પડ્યો। એટલે ઘરમાં રાજારાણી નું રાજ હતું। પોતાના મન  પસંદ થી ઘર લગાવતા નાન પણ માં  ઘર-ઘર રમતા દિવસ   યાદ આવ્યા। એક એક કરતા પુર્ણ સંસાર સુખ વસ્તુઓથી  ભરાઈ ગયો। પણ એ સંસાર લગાવતા બન્નેએ એક બીજાને આપેલી અને એક   બીજાથી મેળવેલી   સાથ , કોક વખત કરેલી કરકસર,   તો કોક વખત અમથા ઘરેલા  સ્ત્રી હટ્ટ ( હવે એ અમથા કે ખોટા કરેલા હટ્ટ લાગે છે)  પણ એ વખતના ખોટી જિદ્દ કરેલા  દિવસો  અને પછી એ જિદ્દ ના  કારણે રિસાઈ જઈને રાખેલો અબોલો , કોક વખત વાદ- વિવાદ અને છેવટે રડીને કરેલું સમાપન ,યાદ આવ્યું ,પણ લગ્ન વિધિમાં સુખી સંસાર ના, ગોર મહારાજાએ  કહેલા, સમજાવેલા સપ્તપદી એટલે  કયા સાતપગલા( સંયમ, સહનશીલતા, તડજોડ ,વિનય, ત્યાગ )વગૈરે સાત પગલા કોક વાર એમના પાસેથી તો કોક વાર મારા તરફથી  સહેજ તાથી અપનાવી ગયેલા પગલા પણ યાદ આવ્યા।
         આવી રીતે  સપ્તપદીની  વાટ ચાલ કરતા સંસારરૂપી  વેલી  પર પહેલું પુષ્પ ખીલ્યું। પછી તો એ પ્રથમ પુષ્પ ને  ઉછેરવામાં એના લાડ કરવામાં બન્નેનું  જીવન રસપ્રદ થયું। નવા  પુષ્પ ના લાડ લડાવવામાં એને   ઉત્તમ સંસ્કાર આપવામાં બંને કુટુંબના વડીલો  તત્પર , કાર્ય દ્ક્ષ હતા।  બન્ને  કુટુંબમાં એ પહેલું વહેલું મન રીઝવનાર હતું। આવી રીતે  સમય  આનંદ, સુખમય   વિતાવતા, સહજીવનના વેલી પર બીજું પણ  પુષ્પ ખીલ્યું  .પછી તો બન્નેને ધ્યાન આપી, નૌકરી કરીને, ઘરદાર  સંભાળી ,ઘરે   આવેલા મહેમાનોની  ખાતેદારી  કરી,  કોક વાર સામાજિક તો કોક વાર કૌટુંબિક પ્રસંગમાં  ભાગ લઈને, સંસાર કરતા એક બીજપાસે  જાણતાં  અજાણતા   ધ્યાન આપવાના ઓંછાં પડતા, એક બીજાની  મુશ્કીલી  ન સમજતા અરસપરસ   ધ્યાન આપવાના પડેલી તકલીફ ,(હા હવેનું  ગતિશીલ  જીવન છે ને ) એને  કારણે એકબીજામાં   થયેલા   શાબ્દિક    વાદ,    ચર્ચા  પછી   બન્નેનાં  ઊચાં  અવાજે  પણ  બોલેલા, થયેલા  સંભાષણો  અને છેવટે કોક વાર  ,ના...  ના, કોક વાર શાનું કાયમજ।  " પડ્યું પાનું નીભાવાનું" એમ કહેતા પુરા કરેલા વાદ્  ઝગડા પણ યાદ આવ્યા। હા ,મને નથી લાગતું  વાસણને વાસણ ન લગતાકોઈનો પણ સંસાર થતો હશે। કારણ ક્યાંય બે વ્યક્તિ સાથે આવે તો  વિચાર મતભેદ થાય અને થાયજ। ત્યારે કોક વાર તો કંટાળીને ,"હું તો કંટાળી આ સંસાર થી ,ક્યાંથી  આ લગ્ન કર્યું  અને આ વ્યાપમાં  સપડાઈ ગઈ .એના કરતા લગ્ન પહેલાનું જીવન કેટલું સારું હતું ।કેટલું મજાનું હતું। કોઈને પણ મને શું ત્રાસ પડે છે  એના સામે ધ્યાન આપવા કે સમજવા  સમયજ નથી। સાદા બે મીઠા શબ્ધ ની તો અપેક્ષા કરવાનીજ નહિ,ફક્ત દોષ અને ભુલોજ બતાવવાની।એવી રીતે કહેતા, આંસુ કાઢતા ઊંઘી ગયેલા રાત્રી પણ યાદ આવ્યા।  પણ સવારે જોઈએ તો એમને પોતેઉઠીને ચાય બનાવીને પ્રેમથી દીઘેલી સાદ, કાન પર આવતા,ગયા  રાત્રિનું સર્વ  ભુલી જઈને ફરીથી પૂર્વવત સવારના કામમા વ્યસ્ત   થઇને બંને જણાએ  ઓફીસ જવા માટે  હસતમુ ખે  લીધેલી , સવારની  વિદાય  ,પણ યાદ આવી.
           સંસારમાં સ્ત્રીને એની  છોકરી કે દીકરી થોડા સમય પછી બેનપણી જેમ હોય છે। સ્ત્રી પોતાનું બાળપણ દીકરીના બાળપણમાં જોતી હોય છે।  એના લાડ , એના હોસ મોજ પુરાવવામાં , એને તયાર કરવામાં સ્ત્રીપોતાને   જોતી  હોય છે। પોતાની બધી નાનપણની રહેલી ઈચ્છાઓ ,દીકરીની ઈચ્છાઓ પુરી ક્ર્વામાં  સમાધાન મેળવતી હોય છે .અને છેવટે  કન્યા દાનનું પુણ્ય મળે  છે, એ જુદુજ . દીકરી માટે એ "પિયર" નામનું  ઝાડ કે  વૃક્ષનું  જતન કરતી હોય છે।  અને મને પણ કન્યા રત્ન  પ્રાપ્ત  થયેલ છે  એટલે કન્યા દાનનું  પુણ્ય   હું  મેળવવાની છું  આ વિચારથી  હર્ષિત આનંદિત  થઈ।
           હવે  આ સંસાર વૃક્ષ  પૂર્ણ  વિકસિત થયેલો છે।  સાચે જોઈએ તો   નવા સગપણની  એટલે  કે સાસુ બનવાના  દિવસ પાસે આવ્યા છે। મારા કાલનાં  નાના ભૂલકાઓ  જ્ઞાની  સજાણ  થયા છે .એમને  પણ સ્વતંત્ર વિચાર શક્તિ  પ્રાપ્ત થયેલી  છે.  હવે એમના વિચાર, એમના મત સાંભળી   અને આગળ તો નવી આવનાર ગૃહ લક્ષ્મીને ધર  સોપી એમના લાડ કરવા , મોટા  મનની,  દિલની તયારી  કરવીજોઈએ.અત્યાર સુધી પોતાના સંસાર માં રમમાણ  થયાના કારણે  સમાજ , સમાજ સંસ્થા , સમાજ કાર્ય સાથે સમરસ થવા  ફાવ્યું નહિ , કે સમય ન મળતા  થયું નહિ। એવીજ રીતે કોક વાર આર્થીક  કે તો કોક વાર કૌટુંબિક જવાબદારીથી આ સુંદર જગત જોવાનું , ફરવાનું નિહાળવાનું બાકી રહી ગયું તો હવે પર્યટન કરવું જોઈએ।
        આવા વિચારોની તંદ્રીમાં હું ખોવાઈ ગઈ।  એટલામાં   બારણાની   બેલ  2-3 વખત કોઈકે  મારી
વગાડી એવું લાગ્યું  દોડતા જઈને  બારણું ખોલ્યુ  તો "એ "  બારણામા ઊભા હતા।
          અમને પુછ્યું , "શું કરતી હતી। હું ક્યારનો  બેલ  વગાડું છુ , ઉંઘેલી  તો લાગતી નથી , તો શું દીવા
સ્વન્પ જોતી હતીકે?
         મેં  હસતા જવાબ આપ્યો  ,'  ના ના। હું છે ને આપણા  વિતાયેલા  સહજીવન  ને ફરીથી અનુભવતી હતી" અને હવે  ભગવાન ને , ઈશ્વર ને પ્રાર્થના  કરું છું  કે મારા આ વૈભવ રૂપી  સંસારને  નજર ના લાગે।



कष्टाचे चीज

कष्टाचे चीज      खरच त्यावेळी कापड गिरण्या जोरात चालायच्या.व नोक-या पण  मिळत होत्या.. जे कष्ट करण्यास तयार होते.त्यांना कष्ट करुन खरच शुन्या...