मंगळवार, १४ जानेवारी, २०२५

मकर संक्रांत

મકર સંક્રાંતિ  
       સંક્રાંતિ એટલે ગતી.  એક સ્થાન માંથી બીજા સ્થાનમાં પ્રવેશ કરવો .અને  આજ દિવસે સૂર્ય ઘનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે આ તહેવાર ને મકર સંક્રાંતિ નામે ઓળખાય છે.સૂર્ય દેવતા પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવે છે. એટલે ઉત્તરાયણ પણ કહેવાય છે.
          આ દિવસ પુર્ણતા આદિત્ય ને સમર્પિત છે.આ દિવસે દાન ઘર્મ માટે ગણાય છે.મરાઠી લોકોમા પણ મકર સંક્રાંતિ તહેવાર નું એટલું જ મહત્વ છે. આ દિવસે કાળા રંગનું મહત્ત્વ છે. નવ પરણિત સ્ત્રી ને લગ્ન પછી ની પહેલી ઉતરાયણ  પર કાળા રંગની સાડી અને હલવાના ઘરેણાં જે ખાંડ ની ચાસણીથી  બહુજ  કલાત્મક રીતે 
બનાવમાં આવે છે.  એ ઘરેણાં થી સજાવાય છે.અને હણદર -કંકૂ રાખે છે. હણદર -કંકૂની પાછળ ,એક બીજાનુ સૌભાગ્ય વઘે આ ભાવના  હોય છે. બાળક ની પહેલી ઉતરાયણ પણ કાળા કપડાં પહેરીને એને પણ ખાંડના ઘરેણાં પહેરીને મકર સંક્રાંતિ તહેવાર ઉજવાય છે.અને સીઝનમાં આવેલા ગાજર ,શેરડીના સાંઠા, લીલા ચના, બોર લાણી તરીકે આપે છે.
એવીજ રીતે  તિળગુળ નું પણ મહત્વ છે.એક બીજા ને તલસાકરી. એટલે કે તીળ ગુળ આપે છે, અને કહે છે 
તીળગુળ લો અને મીઠું મીઠું બોલો.  આના પાછળ પણ ભાવના હોય છે,કે આપણા સંબંધો, આપણી મૈત્રી તલ અને ગોળ જેવી રીતે  એક બીજા માં ભળી ગયા છે એવી રીતે આપણે પણ હળીમળીને રહીશું.આપણી મૈત્રી સદા રહે.
  ઠંડીનો સમયમા તલગોળ શરીરમાં લાભદાયક થાય છે. એ પણ વૈજ્ઞાનિક કારણ છે . આવી રીતે પારંપરિક રીતે ચાલતા આવેલો તહેવાર ખૂબ આનંદ થી ઉજવવામાં આવે છે. હુ પણ  આપણે બઘાને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા આપીને.  કહૂછુ  કે ,"તીળગુળ લો ગોડ ગોડ બોલો."

कोणत्याही टिप्पण्‍या नाहीत:

टिप्पणी पोस्ट करा

सरत्या वर्षाने काय दिले

स्वप्न गंध स्पर्धा समूह आयोजित  झटपट काव्यलेखन स्पर्धा  विषय     सरत्या वर्षाने काय दिले  विचार करता मनी  काय मिळाले गत वर्षात  दिले सुख आनं...